મેરાયો નૃત્ય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ભજવાતું લોકનૃત્ય છે. તેમાં સામાન્યતઃ ઠાકોર સમુદાયના લોકો ભાગ લેતા હોય છે. 1
નૃત્ય
સરઘડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને આ મેરાયો બનાવાય છે; જેમાં ઝૂમખૂં 'નાગલી' તરીકે ઓળખાય છે. આવાં ઘણાં બધાં "ઝૂમખાંને એક લાકડીની આસપાસ, એક ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે." તેની "ઉપર ચાર છેડે મોર-પોપટ બેસાડવામાં આવે છે" અને આ "બધાં ઝૂમખાંની વચ્ચે દીવડો હોય તેવી વ્યવસ્થા હોય છે." આ વ્યવસ્થાને મેરાયો કહેવામાં આવે છે.
તેને હજુ સુશોભિત કરવા માટે તેના પર 'રોમાલ' બાંધવામાં આવે છે; જ્યારે કોઈક માણસ, પોતાની કમર પર, ભેટમાં નાળિયેરની કાછલી બાંધે છે જ્યાં મેરાયાને ઠેરવવાનો હોય છે. ત્યારબાદ, "તેના મોર-પોપટ ફરવા માંડે છે" અને "અંધારી રાતમાં દીવડો ઝબકારા વેરે છે."
મેરાયો રમવાની શરૂઆત વાવ તાલુકાના દૈયપ ગામના ઠાકોરોએ થરાદ તાલુકામાં મુસ્લિમ શાસન સમયે લોકજાગૃતિ માટે કરી હતી. આ નૃત્ય ત્રણ દિવસ - દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ - રમવામાં આવતું હતું, પણ સમય જતાં તેને ભાઈબીજના દિવસે જ રમાવા લાગ્યું. વીટીવી ગુજરાતીના રીપોર્ટ અનુસાર, આ નૃત્યની "લુપ્ત થવાની શરૂઆત થઇ ગઇ છે" અને "વર્ષો પહેલાં દરેક મેળામાં ચાર-પાંચ મેરાયાં આવતાં હતાં પરંતુ હાલમાં બે-ત્રણ જ આવે છે." 1
The text above is adapted from the Wikipedia article “મેરાયો નૃત્ય”, available under the Creative Commons Attribution-ShareAlike 4.0 licence. 1
Merayo dance is type of dance, according to the structured record cited below. This entry was generated automatically from that record and has not yet been reviewed by a person familiar with the tradition. 2